બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાના પુત્ર તારિકને જનમટીપ

હસીના પર  હુમલાના કેસમાં અન્ય 19ને ફાંસીની સજા
ઢાકા, તા. 10 : બાંગલાદેશની એક અદાલતે 2004ના ગ્રેનેડ હુમલાના મામલામાં બુધવારે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને જનમટીપની સાથો સાથ અન્ય 19 દોષીને ફાંસીની સજા આપી હતી.
આ હુમલામાં 24 જણે જીવ ખોયા હતા તો વિપક્ષના અધ્યક્ષ રહેલા શેખ હસીના સહિત લગભગ 500 જણ ઘાયલ થયા હતા.
બાંગલાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીના પર નિશાન સાધતાં 21મી ઓગસ્ટ 2004ના આવામી લીગની રેલી પર હુમલો કરાયો હતો.
શેખ હસીના બચી ગયા હતા પરંતુ તેમણે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. પૂર્વ ગૃહમંત્રી લુત્ફોજમાં બાબર એ 19 દોષીઓમાં સામેલ છે જેમને અદાલતે આજે મોતની સજા ફટકારી હતી.

Published on: Thu, 11 Oct 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer