સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થાની તુલનાએ ભારતનું કરજ ઘણું ઓછું : આઈએમએફ

ચીન ઉપર લોન જીડીપીના 247 ટકા, જ્યારે ભારત ઉપર માત્ર 125 ટકા છે
વોશિંગ્ટન, તા. 10 : ભારત માત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર જ નથી પણ મોટી અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઓછું કરજ લેનારો દેશ પણ છે. આઈએમએફ (ઈન્ટરનેશન મોનિટરી ફંડ)ના કહેવા પ્રમાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ અને ઉભરતી બજાર વ્યવસ્થાઓની તુલનામાં ભારત ઉપર કરજનું બોજ ઓછું છે. આઈએમએફના અધિકારીના કહેવા પ્રમાણે 2017માં વૈશ્વિક ઋણ 1.82 લાખ અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચસ્તરે  પહોંચ્યું છે. જેમાં ભારત ઉપર પ્રાઈવેટ લોન જીડીપીના 125 ટકા છે. જ્યારે ચીન ઉપર લોન જીડીપીના 247 ટકા જેટલી હતી.
આઈએમએફના રાજકોષિય વિભાગના ડાયરેક્ટર વિટોર ગેસ્પરના કહેવા પ્રમાણે વૈશ્વિક જીડીપીની ટકાવારીમાં ભારતનું કરજ વૈશ્વિક કરજથી ઓછું છે. આઈએમએફના આંકડા પ્રમાણે 2017માં ભારતમાં પ્રાઈવેટ લોન જીડીપીના 54.5 ટકા હતી. જ્યારે સરકારનું કરજ 70.4 ટકા હતું. કુલ લોન જીડીપીના 125 ટકા જેટલી હતી. બીજી તરફ ચીન ઉપર લોન જીડીપીના 247 ટકા જેટલી છે. ગેસ્પરના કહેવા પ્રમાણે ભારત ઉપર લોન વૈશ્વિક કરજ કરવા ઘણી જ ઓછી છે. વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, વેશ્વિક આર્થિક સંકટ બાદ વિકસીત અર્થવ્યવસ્થાઓના કરજમાં વૃદ્ધિ થઈ છે. પરંતુ છેલ્લા અમુક વર્ષમાં ભારતની પ્રાઈવેટ લોન જીડીપીના 60 ટકાથી ઘટીને 54.5 ટકાએ પહોંચી છે અને એકદમ સ્થિર છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer