જોહર બારુ (મલેશિયા) તા.10: સુલતાન જોહોર કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતીય જુનિયર ટીમે સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે. આજના મેચમાં ભારતીય યુવા ટીમે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પ-4 ગોલથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારત તરફથી ગુરસબજીત સિંઘે 8મી મિનિટે, હસપ્રિત સિંઘે 11મી, સુકાની મનદિપ મોરેએ 14મી, વિષ્ણુકાંતે 1પમી અને શૈલાનંદે 43મી મિનિટે ગોલ કર્યાં હતા. આ મેચની ખાસ વાત એ રહી હતી કે ઓસ્ટ્રેલિયા તરફથી તમામ ચારેય ગોલ સ્ટીફન્સે કર્યાં હતા. જેમાના બે ગોલ મેચની આખરી મિનિટે કર્યાં હતા. જ્યારે પહેલા બે ગોલ તેણે 18મી અને 3પમી મિનિટે કર્યાં હતા. સતત ચાર જીતથી ભારતીય જુ. હોકી ટીમ જોહોર કપમાં પોઇન્ટ ટેબલ પર પહેલા નંબર પર આવી ગઇ છે.
જોહર કપમાં ભારતીય જુ. હોકી ટીમનો અૉસ્ટ્રેલિયા સામે પ-4 ગોલથી રોમાંચક વિજય
