પ્રથમ ટેસ્ટમાં પાક સામે અૉસ્ટ્રેલિયા હાર ભણી : 462 રનના લક્ષ્યાંક સામે 3/136

પ્રથમ ટેસ્ટમાં પાક સામે અૉસ્ટ્રેલિયા હાર ભણી : 462 રનના લક્ષ્યાંક સામે 3/136
દુબઇ, તા. 10: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન જીતથી 7 વિકેટ દૂર છે. પ્રથમ ટેસ્ટ પર પાકિસ્તાને વર્ચસ્વ જમાવ્યું છે. આવતીકાલે મેચનાં આખરી દિવસે ઓસ્ટ્રેલિયા હાર ખાળી શકવાની સ્થિતિમાં નથી. 462 રનનાં વિજય લક્ષ્યાંક સામે આજે મેચનાં ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 136 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. તે હજુ 326 રન પાછળ છે અને 7 વિકેટે હાથમાં છે.  આવતીકાલે મેચનાં પાંચમાં દિવસે પાક.ને જીતની પૂરી તક રહેશે
આજે પાકિસ્તાને તેનો બીજો દાવ 6 વિકેટે 181 રને ડિકલેર કર્યો હતો. ઇમામ-ઉલ-હકે 48 અને અશદ શરીફે 41 રન કર્યા હતા. ઓસિ. તરફથી હોલેન્ડે 3 અને લિયોને 2 વિકેટ લીધી હતી. પાક.ને પ્રથમ દાવમાં 280 રનની સરસાઇ મળી હતી. આથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 462 રનનું લક્ષ્યાંક મળ્યું  હતું. પ્રથમ દાવની જેમ બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાએ મક્કમ પ્રારંભ કરીને પ્રથમ વિકેટમાં રનની ભાગીદારી કરી હતી. ફિંચ 49 રને આઉટ થયો હતો. જ્યારે ઉસ્માન ખ્વાજા 50 રને અણનમ રહ્યો હતો. શોન માર્શ અને મિચેલ માર્શ બન્ને ઝીરોમાં આઉટ થયા હતા. જ્યારે ટિમ હેડ 34 રને  રમતમાં હતો. પાક. તરફથી ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસે 3 વિકેટ લીધી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer