એશિયન પેરા ગેમ્સમાં તિરંદાજ હરિન્દરને સુવર્ણ ચંદ્રક

એશિયન પેરા ગેમ્સમાં તિરંદાજ હરિન્દરને સુવર્ણ ચંદ્રક
જાકાર્તા, તા.10: ભારતીય તિરંદાજ હરવિન્દરસિંહે પેરા એશિયન ગેમ્સમાં પુરુષોની રિકર્વ વ્યક્તિગત ઓપન-2/એસટી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હરવિન્દરે આ સ્પર્ધાના ફાઇનલમાં ચીનના ઝાઓ લિક્સૂને 6-0થી હાર આપી હતી. આ સ્પર્ધાનો કાંસ્ય ચંદ્રક દ. કોરિયાના પેરા ખેલાડી કિમ મિંસુને મળ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને આજે એક રજત અને કાંસ્ય ચંદ્રક પણ મળ્યા છે. મોનુ ધંગાસે પુરુષ વિભાગના ચક્ર ફેંકમાં રજત અને મોહમ્મદ યાસિરે પુરુષ વિભાગના ગોળા ફેંકમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યા છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતના કુલ 7 સુવર્ણ ચંદ્રક થયા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer