ભારતમાં મહિલાનું જીવન મુશ્કેલ છે : સોહા અલી ખાન

ભારતમાં મહિલાનું જીવન મુશ્કેલ છે : સોહા અલી ખાન
હાલમાં બૉલીવૂડમાં હૅશટેગ મી ટુ ઝુંબેશ હવે જોર પકડી રહી છે. મહિલાના શારીરિક શોષણના દસ-વીસ વર્ષ જૂના કિસ્સા ઉખળી રહ્યા છે અને જાણીતા કલાકારો તથા ફિલ્મેકર્સના નામ તેમાં સંડોવાઇ રહ્યા છે. વધુને વધુ મહિલાઓ પોતાની કથની કહેવા આગળ આવી રહી છે. અભિનેત્રી સોહા અલી ખાન આને આવકારદાયક બદલાવ ગણાવે છે. તેણે કહ્યું કે, મહિલાઓ મોં ખોલી રહી છે તે સારી વાત છે. ભારત જેવા દેશમાં મહિલાનું જીવન મુશ્કેલ છે. તેણે દરરોજ ભારે સંઘર્ષ કરવો પડે છે. ફિલ્મોદ્યોગ હોય કે ટ્રેન પ્રવાસ તેણે ઘણીવાર સતામણીને સ્વીકારીને જ જીવવું પડે છે. પોતાની વિતક કથા કહેવા આગળ આવવું હિંમતનું કામ છે. આવી મહિલાઓને ટેકો આપવો જોઇએ. આપણે ત્યાં આવી ઝુંબેશનો સ્વીકાર થઇ રહ્યો છે તે સારી વાત છે. આનું પરિણામ જે આવવાવું હશે તે આવશે પણ હું આવી મહિલાઓની પડખે છું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer