ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કાર્તિક અને દિશા પટણી

ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કાર્તિક અને દિશા પટણી
ફિલ્મ જબ વી મેટ દ્વારા જાણીતા બનેલા ફિલ્મેકર ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. થોડા મહિના અગાઉ એવી ચર્ચા હતા કે ઇમ્તિયાઝની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર હશે. શાહિદ પણ પોતાની જબ વી મેટની ટીમ સાથે ફરી કામ કરવા આતુર હતો. પરંતુ વાત આગળ વધી નહીં અને અભિનેતાએ જ જાહેર કર્યું હતું કે ઇમ્તિયાઝ સાથેની તેની ફિલ્મ અભેરાઇ પર ચડી ગઇ છે. જોકે, હવે જાણવા મળ્યું છે કે પોતાની આગામી ફિલ્મમાં ઇમ્તિયાઝને નવોદિત યુવા જોડી સાથે કામ કરવું છે. આથી તે કલાકારો કાર્તિક આર્યન અને દિશા પટણીને લેશે. ફિલ્મ સોનુ કે ટિટુ કી શાદીમાં અભિનય કરનારો કાર્તિક હાલમાં કિરીક પાર્ટીની હિન્દી રિમેક અને લુકા છુપીના શૂટિંગમાં વ્યસ્ત છે. જયારે દિશા સલમાન સાથે ભારતનું શૂટિંગ કરી રહી છે. જો આ બંને કલાકારો ઇમ્તિયાઝની ફિલ્મમાં સાથે જોવા મળશે તો કાદચ ફરી એકવાર જબ વી મેટ જેવો માહોલ સર્જાશે એવી અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer