અમિતાભ બચ્ચન જન્મદિવસની ઉજવણી કરવાના મૂડમાં નથી

અમિતાભ બચ્ચન જન્મદિવસની ઉજવણી કરવાના મૂડમાં નથી
ફિલ્મ કલાકારોના જન્મદિનની ઉજવણી હંમેશા ચર્ચાનો વિષય હોય છે. આજે 11 અૉકટોબરે અમિતાભ બચ્ચનનો 77મો જન્મદિન છે. વહેલી સવારથી તેમના નિવાસસ્થાને ચાહકોની ભીડ જમા થઈ ગઈ હશે અને સાંજના ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હશે એવી અપેક્ષા હોવી સહજ છે. પરંતુ તાજેતરમાં નિકટના સ્વજનો ગુમાવ્યા હોવાથી બિગ બી ઉજવણી કરવાના મૂડમાં નથી. તેમની પુત્રી શ્વેતાના સસરા રાજન નંદાનું થોડા મહિના અગાઉ ગુજરી ગયા અને તાજેતરમાં તેની નાનીસાસુ ક્રિષ્ણા રાજ કપૂરનું નિધન થયું છે. ઉપરાંત તેમનો મિત્ર રિશી કપૂર પણ અમેરિકા ગંભીર બીમારીની સારવાર લઇ રહ્યો છે. આથી બિગ બી ઉદાસ છે અને જન્મદિનની ઉજવણી કરવા માગતા નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer