દક્ષિણની ફિલ્મમાં ખલનાયક તરીકે વિવેક અૉબેરોયની ડિમાન્ડ

દક્ષિણની ફિલ્મમાં ખલનાયક તરીકે વિવેક અૉબેરોયની ડિમાન્ડ
બૉલીવૂડમાં અભિનેતા વિવેક અૉબેરોયની કારકિર્દી કયારયે સ્થિર થઇ શકી નથી. જોકે, તેણે કૉમેજીથી લઇને વિલન સુધીના વિવિધ પાત્રો ભજવ્યા અને તેમાંથી કેટલાક વખણાયા છતાં હજુ તેને જોઇએ એવું સ્ટારડમ મળ્યું નથી. તેણે ફિલ્મ કંપનીમાં ચંદુની ભૂમિકા ભજવીને કારકિર્દીના શ્રીગણેશ કર્યા હતા. ત્યાર બાદ શૂટ આઉટ એટ લોખંડવાલામાં તે માયાભાઇ બન્યો હતો. જયારે ફિલ્મ રક્ત ચરિત્રમાં તેણે ભજવેલી રાજકારણી પ્રતાપ રવિની ભૂમિકા પ્રશંસનીય હતી. ક્રિશ-3 ફિલ્મમાં તેણે કાલનું ગ્રે પાત્ર ભજવ્યું હતું. દેખાવમાં સજ્જન અને કાર્યોમાં દુર્જન એવા પાત્રોને ભજવતો વિવેક દક્ષિણની ફિલ્મમાં વિલન તરીકે જાણીતો બન્યો છે. ગયા વર્ષે તામિલ ફિલ્મ વિવેગમમાં તેણે ભજવેલી ખલનાયકની ભૂમિકા વખણાઇ હતી. હાલમાં તેને તેલુગુ ફિલ્મ આરસી -12 અને મલયાલમ ફિલ્મ લ્યુસીફરમાં ખલનાયકના પાત્રો મળ્યા છે. તેલુગુ ફિલ્મમાં તેની સાથે રામ ચરણ તેજા અને મલયાલમ ફિલ્મમાં મોહનલાલ નાયક તરીકે જોવા મળશે.
બૉલીવૂડના અન્ય કલાકારોની જેમ વિવેક પણ વેબ સિરીઝમાં જોવા મળે છે. તેની વેબ સિરીઝ `ઇનસાઇડ એજ'ને હાલમાં ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. વિવેકને કૉમેડી ફિલ્મો ગમે છે પરંતુ તે નેગેટિવ પાત્રને વધુ પસંદ કરે છે કેમ કે તે તેના વાસ્તવિક જીવન કરતા ભિન્ન હોય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer