પુરીના જગન્નાથ મંદિરમાં પોલીસકર્મીએ શત્ર અને જૂતાં સાથે પ્રવેશવું નહી ં: સુપ્રીમ

ભુવનેશ્વર, તા. 10: ઓડિશાના પુરીમાંના જગન્નાથ મંદિરમાંની તાજેતરની હિંસાની નોંધ લઈ સર્વોચ્ચ અદાલતે આજે આદેશ આપ્યો હતો કે કોઈ પોલીસકર્મીએ શત્ર અને જૂતાં સાથે મંદિરમાં પ્રવેશવું નહીં. ભાવિકો માટે કતારપદ્ધતિ દાખલ કરાયા સામેના વિરોધમાં  તા. ત્રીજીએ હિંસક બનાવો બન્યા હતા. આ પદ્ધતિના વિરોધમાં વિવિધ સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓએ એલાન કરેલા બાર કલાકના બંધ દરમિયાનની હિંસામાં નવ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. હિંસા બારામાં ઓછામાં ઓછા 47 જણાની ધરપકડ થઈ છે અને હવે પરિસ્થિતિ અંકુશ હેઠળ છે એમ રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ જણાવ્યું હતું.
ગઈ તા. ત્રીજી ઓકટોબરે થયેલી હિંસા જોતાં મંદિરના મામલામાં હસ્તક્ષેપ કરવાની માગણી સાથેની અરજી કરનાર સંગઠનના ધારાશાત્રીએ અદાલત સમક્ષ દાવો કર્યો હતો કે હિંસા દરમિયાન પોલીસકર્મીઓ જૂતા પહેરીને મંદિરમાં ઘૂસ્યા હતા.
મંદિરની અંદર કોંઈ હિંસા થઈ નથી, તેમ જ મંદિરના વહીવટીતંત્રના કાર્યાલય પર હુમલો કરી તેમાં તોડફોડ થઈ હતી તે સ્થળ મંદિરથી પાંચસો મીટર દૂર છે એમ અદાલત સમક્ષ જણાવી સરકારે ઉમેર્યું છે કે કતાર પદ્ધતિ ય પ્રાયોગિક ધોરણે લાગુ કરાઈ છે, જેની સમીક્ષા કરાશે કારણ કે સ્થાનિકોએ અને સેવાદારોએ તેનો વિરોધ કર્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer