પ્રાંતવાદ ભડકાવીને નીતિન પટેલને બનવું છે ગુજરાતના મુખ્ય પ્રધાન : ઠાકોર સેના અને એકતા મંચનો આક્ષેપ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 10 : પરપ્રાંતીયોના મુદ્દે ઠાકોર સેના પર પ્રહાર કરનારા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સામે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ મોરચો માંડયો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજ્યમાં વર્ગવિગ્રહ કરી અશાંતિ ફેલાવીને મુખ્ય પ્રધાન બનવું છે એટલે પ્રાંતવાદનું આ ષડ્યંત્ર પાર પાડવા માટે તેઓ કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ આજે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ કર્યો છે. 
આજે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ સંયુક્ત પત્રકાર-પરિષદ યેજી હતી જેમાં ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના વતી મુકેશ ભરવાડે  નિવેદન આપતાં આક્ષેપ કર્યો હતો કે  રાજ્યમાં સૌથી વધુ પરપ્રાંતીયો નીતિન પટેલના ધારાસભ્ય વિસ્તાર મહેસાણામાં છે અને તેમને ગુજરાતમાંથી બહાર કાઢવાનો માહોલ નીતિન પટેલે જ ઊભો કર્યો છે. એ માટે તેઓએ બધી તૈયારી કરી છે અને અમને તથા ઠાકોર સેનાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ડીજીપીથી લઈને અન્ય ઉચ્ચાધિકારીઓ પણ જ્યારે એવું કહી રહ્યા છે કે યુપી અને બિહારમાં તહેવાર હોવાને લીધે મજૂરો સ્થળાંતર કરી રહ્યા છે તો ફક્ત એકલા નીતિન પટેલને જ કેમ એવું લાગે છે કે તેમને ભગાડવામાં આવી રહ્યા છે?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer