અનુશ્કા શર્મા કરશે વેબ સિરીઝનું નિર્માણ

અનુશ્કા શર્મા કરશે વેબ સિરીઝનું નિર્માણ
અભિનેત્રી અનુશ્કા શર્મા ઉત્તમ તારિકા હોવા સાથે ફિલ્મ નિર્માત્રી પણ છે. તેના નિર્માણગૃહનું કામકાજ તેનો ભાઇ કરણેશ સંભાળે છે. હવે આ ભાઇબહેને વેબ સિરિઝ નિર્માણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. આ સિરિઝ પોલીસ ઇન્સ્પેકટરના જીવન પર આધારિત હશે. પોતાની કંપની હવે ફિલ્મના નિર્માણ બાદ અન્ય વિસ્તારોમાં પણ પગપેસારો કરે એવી ઇચ્છા અનુશ્કા ધરાવે છે. આથી તેણે આંતરરાષ્ટ્રીય સ્ટિમિંગ કંપની સાથે મળીને તેઓ ઇન્સ્પેકટરની વાર્તા ધરાવતી વેબ સિરિઝ બનાવશે. આ સિરિઝની કથા લખવા માટે સુદીપ શર્માને પસંદ કરવામાં આવ્યા છે, જેમણે ફિલ્મ એનએચ 10 અને ઊડતા પંજાબની કથા લખી હતી. જો કે, આ સિરિઝમાં અનુશ્કા અભિનય નહીં કરે પરંતુ સર્જનાત્મક રીતે તેની સાથે જોડાયેલી રહેશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer