વરુણ શર્માને સલમાન ખાન સાથે કામ કરવું છે

વરુણ શર્માને સલમાન ખાન સાથે કામ કરવું છે
ફૂકરેસ્ટાર વરુણ શર્માની ફિલ્મ ફ્રાય ડે હવે રજૂ થશે. આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા છે. ગોવિંદા સાથે અભિનય કર્યાના અનુભવ વિશે વરુણે જણાવ્યું કે, જે કલાકારની ફિલ્મો જોઇને મોટો થયો છું તેની સાથે અભિનય કરવાની તક મળવી ભાગ્યની વાત છે. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.
નોંધનીય છે કે અગાઉ ફિલ્મ દિલવાલેમાં વરુણે શાહરુખ ખાન સાથે અભિનય કર્યો છે અને હવે તેને સલમાન તથા આમિર ખાન સાથે કામ કરવાની ઇચ્છા છે. તે કહે છે કે સલમાન કોઇ ફિલ્મની જાહેરાત કરશે તો હું સામેથી તેની પાસે જઇને મારે લાયક કામ માગીશ. સારી ભૂમિકા મેળવવા માટે સામેથી નિર્માણ ગૃહનો સંપર્ક કરવામાં મને સંકોચ થતો નથી. હાલમાં વરુણ અર્જુન પટિયાલા તથા છિછોરેમાં જોવા મળશે. તેણે કહ્યું કે, મેં અત્યાર સુધી ઘણી ફૂકરેપંતી કરી છે, પણ વાસ્તવિક જીવનમાં મેં કયારેય `છિછોરાપન' નથી કર્યું.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer