એશિયન પેરા ગેમ્સમાં સુંદરસિંહ ગુર્જરને રજત ચંદ્રક

એશિયન પેરા ગેમ્સમાં સુંદરસિંહ ગુર્જરને રજત ચંદ્રક
જાકાર્તા, તા.11: ભારતીય દિવ્યાંગ ભાલા ફેંક ખેલાડી સુંદરસિંહ ગુર્જરે એશિયન પેરા ગેમ્સમાં પુરુષ વિભાગમાં એફ-46 કેટેગરીમાં જ્વેલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે બે વખતનો પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરિયા નબળી ફિટનેસને લીધે ચોથા સ્થાને રહ્યો હતો. તેણે અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ જ સ્પર્ધામાં ભારતના રિન્કુને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. સુંદરસિંહ ગુર્જરે 61.33 મીટરનો અને રિન્કુએ 60.92 મીટરનો થ્રો કર્યો હતો. શ્રીલંકાના ખેલાડી દિનેશ હેરાથે 61.84 સાથે પહેલું સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. પેરા એશિયન ગેમ્સમાં આજે 400 મીટરની દોડમાં ભારતના અવનીલ કુમારને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer