અમેરિકામાં હરિકેન `માઈકલ''થી 200 માઈલના પંથકમાં તબાહી

અમેરિકામાં હરિકેન `માઈકલ''થી 200 માઈલના પંથકમાં તબાહી
પનામા સિટી, તા. 11 : ખંડીય અમેરિકા પર ત્રાટકેલા અત્યાર સુધીના સૌથી શકિતશાળી હરિકેન માઈકલે ફલોરિડા રાજ્યના પેનહેન્ડલને ધમરોળ્યું હતું અને બસો મીટરના પટ્ટામાં ભારે તબાહી મચાવી હતી. આ વિસ્તારમાંના સંખ્યાબંધ આવાસો ધરાશાયી કર્યા હતા, પ્રતિ કલાક 1પપ કિમીની ઝડપથી પવન ફૂંકાતાં અનેક આવાસના છાપરા ઉડી ગયા હતા. અનેક વિસ્તારોમાં દરિયાઈ જળરાશિ ફરી વળ્યા હતા. તેથી શેરીઓમાં નૌકાઓ વાટે આવનજાવન કરવી પડી હતી.  ટ્રક્સ અને ટ્રેનો સુધ્ધાં જળરાશિથી ઘેરાઈ જતાં તેને ઘસડી જવા પડયા હતા. પોણા ચાર લાખ લોકોને રાજ્યના પશ્ચિમ ભાગે સલામત સ્થળોએ ખસેડાયા હતા.
વૃત્તીય તોફાન તરીકે ત્રાટકવાની આગાહી હતી તે માઈકલને કેટેગરી -4 તરીકે વર્ગીકૃત કરાયું હતું, તે જ્યોર્જિયા અને કેરોલીનાઝ ભણી આગેકૂચ કરતી વેળા તેનું જોર નબળું પડી ગયું હતું. (આ બે રાજ્યોને હજી થોડા સમય પહેલાં ધમરોળી ગયેલા હરિકેન ફલોરેન્સે વેરેલા વિનાશની કળ વળી નથી ત્યાં ફરી માઈકલ થકી વરસાદ અને પવનનો સામનો કરવા સજ્જ થયા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer