ત્રિચીમાં દીવાલથી ટકરાયું AIનું પ્લેન તમામ 136 પેસેન્જર સુરક્ષિત

નવી દિલ્હી, તા. 12 : ત્રિચીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. આ ફ્લાઈટ રનવેથી ટેકઓફ કર્યા પછી ઍરપોર્ટ કંપાઉન્ડની દીવાલ સાથે અથડાઈ ગઇ હતી. આ પ્લેનમાં 136 મુસાફરો હતા. ટેકઓફ કરતી વખતે પ્લેનના ટેકઓફ વ્હીલ દીવાલ સાથે અથડાયા હતા. ત્યારપછી આ ફ્લાઈટને મુંબઈમાં સુરક્ષિત લેન્ડ કરવામાં આવી છે. 
પ્લેન મુંબઈમાં લેન્ડ થયા પછી ઍરપોર્ટ અધિકારીએ હાલની સ્થિતિ વિશે માહિતી આપી છે. પ્લેન સાથે થયેલા એક્સિડન્ટ પછી તેનો રૂટ બદલીને મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું છે જેથી પ્લેનની તપાસ કરી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટક્કર પછી પ્લેનના નીચેના ભાગને નુકસાન થયું છે. હકીકતમાં આ પ્લેન ટેકઓફ કરતી વખતે ત્રિચી ઍરપોર્ટની દીવાલ સાથે અથડાયું હતું અને ટક્કર એટલી જોરદાર હતી કે ત્રિચી ઍરપોર્ટની દીવાલ પણ તૂટી ગઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer