26 વર્ષીય અંકિત `ની-રિપ્લેશમેન્ટ'' કરાવનારો સૌથી નાની વયનો દર્દી બન્યો

આજે વર્લ્ડ આર્થ્રાઈટિસ ડે
મુંબઈ, તા. 12 : રુમેટીકે આર્થ્રાઇટિસથી પીડાતો ગુજરાતનો 26 વર્ષીય અંકિત ભંડારી, 12મી અૉક્ટોબરના આજના `વર્લ્ડ આર્થ્રાઇટિસ ડે'એ મુંબઈમાં ની-રિપ્લેશમેન્ટ સર્જરી કરાવનારો ભારતનો સૌથી નાની વયનો દર્દી બન્યો છે.
રુમેટીક આર્થ્રાઇટિસમાં સાંધા અકડાઈ જવા, સાંધામાં દુખાવો થવો, નબળાઈ, મોં સુકાવું તેમ જ ઊંઘ નહીં આવવી જેવાં લક્ષણો વર્તાતા હોય છે. આ પ્રકારની (ની-રિપ્લેશમેન્ટ) સર્જરીની માગણી તાજેતરનાં વર્ષોમાં વધવા લાગી છે. આમ તો તે વયસ્કોને વધુ થાય છે, પરંતુ બેઠાડુ જીવનને કારણે યુવાનો સુધ્ધાં હવે તેનો ભોગ બનવા લાગ્યા છે, એમ જણાવતાં આર્થ્રાઇટિસ અને જોઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જ્યન ડૉ. પ્રદીપ ભોસલેએ ઉમેર્યું હતું કે ગત સપ્ટેમ્બરમાં અંકિત ભંડારી નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થયો હતો. તેની અગાઉની સર્જરીને લીધે તેના અસ્થિકૂર્ચાને ભારે નુકસાન થયું હતું.
દરમિયાન સાયન (એલ.ટી.એમ.જી.) હૉસ્પિટલના ડૉ. અરવિંદ ગોરેગાંવકરે જણાવ્યું હતું કે `અંકિત ભંડારીને 35 વર્ષની વયે ઇમ્પ્લાન્ટના રિપ્લેશમેન્ટ માટે ફરી સર્જરી કરાવવી પડશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer