વારાણસીમાં મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે શત્રુઘ્ન સિંહા ?

વારાણસીમાં મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે શત્રુઘ્ન સિંહા ?
લખનઊ, તા. 12 : પોતાના જ પક્ષ વિરુદ્ધ નિવેદનબાજી કરવા માટે હંમેશાં પ્રસિદ્ધિમાં રહેતા શત્રુઘ્ન સિંહા હંમેશાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભા કરતા હોય છે.
હવે ગુરુવારે લખનઊ સ્થિત સમાજવાદી પક્ષની કચેરીમાં ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહા સાથે મળીને તેમણે નવા તર્કોને હવા આપી છે.
અહીં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના `ભારે હુમલો' કર્યો હતો. તેને લઈ એવી વાત વહેતી થઈ છે કે શું `શૉટગન' આગામી લોકસભા ચૂંટણી દરમિયાન વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે?
જોકે એક વર્ગનું માનવું છે કે શત્રુઘ્ન પોતાના પગ પર કુહાડો મારતા પહેલાં સો વેળા વિચારશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer