કુલદીપ યાદવનો રેકર્ડ : વર્ષમાં 72 વિકેટ સાથે ટોચ પર

કુલદીપ યાદવનો રેકર્ડ : વર્ષમાં 72 વિકેટ સાથે ટોચ પર
નવી દિલ્હી, તા.7: ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર અને ચાઇનામેન બોલર કુલદિપ યાદવે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની મળીને સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર એક પર પહોંચી ગયો છે. કુલદિપે વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટી-20 મેચમાં 3 અને બીજા મેચમાં 2 વિકેટ લીધી હતી. આથી તેની આ વર્ષે ટેસ્ટ, વન ડે અને ટી-20ની મળીને કુલ 72 વિકેટ થઇ ગઇ છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદખાનની પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 72 વિકેટ થઇ છે. આથી કુલદિપ યાદવ અને રાશિદ ખાન સંયુક્તરૂપે પ્રથમ સ્થાને છે. કુલદિપ યાદવે આ વર્ષે 19 વન ડેમાં કુલ 4પ વિકેટ લીધી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશીદ ખાને 20 વન ડે મેચમાં કુલ 48 વિકેટ લીધી છે. કુલદિપના નામે આ વર્ષે ટી-20માં 17 વિકેટ અને ટેસ્ટમાં 10 વિકેટ છે. આ સૂચિમાં આફ્રિકાનો કાગિસો રબાડા કુલદિપ - રાશિદ પછી છે. તેણે કુલ 64 વિકેટ લીધી છે. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કુલ 56 વિકેટ લીધી છે.

Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer