પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ભીંસમાં લેતું ઇંગ્લૅન્ડ

પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ભીંસમાં લેતું ઇંગ્લૅન્ડ
બેન ફોક્સે ડેબ્યુ મૅચમાં સદી ફટકારી

ગોલ (શ્રીલંકા), તા.7: પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટમાં ગૃહ ટીમ શ્રીલંકા સામે વર્ચસ્વ જમાવ્યું છે. આજે રમતના બીજા દિવસે શ્રીલંકા તેના પ્રથમ દાવમાં ચાના સમય બાદ 203 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડને 139 રનની સરસાઇ મળી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 342 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.
પોતાનો પ્રથમ ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સ ઇંગ્લેન્ડ તરફથી સદી ફટકારીને 202 દડામાં 10 ચોક્કાથી શાનદાર 110 રન કર્યા હતા.
શ્રીલંકા તરફથી પરેરાએ 5 અને લકમલે 3 વિકેટ લીધી હતી. આ પછી શ્રીલંકાનો નબળો પ્રારંભ થયો હતો. લંકા તરફથી સૌથી વધુ બાવન રન પૂર્વ સુકાની એન્જેલો મેથ્યુસે કર્યા હતા. સુકાની ચંદિમાલે 33 અને ડિક્વેલાએ 28 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 4 તથા એમ. લિવે 2 વિકેટ લીધી હતી.

Published on: Thu, 08 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer