ન્યૂ ઝીલૅન્ડમાં પ્રથમ કક્ષાની મૅચમાં 1 ઓવરમાં 43 રનનો વિક્રમ

ન્યૂ ઝીલૅન્ડમાં પ્રથમ કક્ષાની મૅચમાં 1 ઓવરમાં 43 રનનો વિક્રમ
વેલિંગ્ટન, તા.7: ન્યુઝીલેન્ડમાં પ્રથમકક્ષાના ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ 43 રનનો રેકોર્ડ બન્યો છે. આ ઓવરમાં કિવિ બેટધરોએ 6 છકકા લગાવ્યા હતા. હેમિલ્ટનમાં રમાયેલા પ્રથમ કક્ષાના નોર્ધન ડિસ્ટ્રીકટ અને સેન્ટ્રલ ડિસ્ટ્રીકટ વચ્ચેના આ મેચમાં જો કાર્ટર અને બ્રેટ હેમ્પટને ધૂંઆધાર બેટિંગ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકી બોલર વિલેન લૂડિકની એક ઓવરમાં 43 રન ઝૂડી નાંખ્યા હતા. બન્નેએ મળીને 6 છકકા, એક ચોકકો અને એક સિંગલ રની લઇને એક ઓવરમાં 43 રનનો નવો વિશ્વ વિક્રમ રચ્યો હતો. ઓવરના પહેલા દડે ચોકકો લાગ્યો હતો. પછીના બે દડા નો-બોલ રહયા હતા. જેના પર ઉપરાઉપરી બે છકકા લાગ્યા હતા. આ પછી ચાર દડામાં 3 છકકા અને 1 રન થયો હતો. 
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer