દિવાળી ટાંકણે જર - ઝવેરાતની હેરફેર વેળા સરકારી અધિકારીઓ દ્વારા સતામણીનો આરોપ

દિવાળી ટાંકણે જર - ઝવેરાતની હેરફેર વેળા સરકારી અધિકારીઓ દ્વારા સતામણીનો આરોપ
મુંબઈ, તા. 7 : ધી અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ આક્ષેપ કર્યો છે કે જરઝવેરાતની હેરફેર વેળા ચકાસણીના નામે સરકારી અધિકારીઓ વેપારીઓની ભારે સતામણી કરે છે. અમુક કિસ્સાઓમાં પોલીસ, આવકવેરા અધિકારી, જીએસટી અધિકારીઓ નાના અને મધ્યમ કદના જ્વેલર્સો પર ગેરકાયદે દરોડા પાડે છે. આ અધિકારીઓ સગાવાદ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ જીજેસીએ કર્યો છે.
જીજેસીના ચૅરમૅન નીતિન ખંડેલવાલે માગણી કરી છે કે સરકારે હવે જીએસટી, પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડાયરેક્ટોરેટ જનરલ અૉફ ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઈ), આવકવેરા અધિકારી વગેરે માટે રસ્તા પર હેરફેર વેળાના માલોની તપાસ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને પ્રોસેસનાં ધોરણો નક્કી કરવા જોઈએ. નાગપુર, ભુસાવળ, ઇટારસી, ખંડવાના નાના જ્વેલર્સો મુંબઈની ઝવેરી બજારમાંથી ખરીદી કરે છે, પણ વળતી વેળા ટ્રેનમાં તેમની સરકારી અધિકારીઓ સતામણી કરે છે. થાણા જિલ્લામાં છેલ્લા અમુક દિવસોમાં સ્થાનિક જ્વેલર્સો પર છ દરોડા પડયા હતા.

Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer