ઈરાનનું ચાબહાર બંદર વિકસાવવા ભારતને અમુક પ્રતિબંધોમાંથી મુક્તિ આપતું અમેરિકા

વોશિંગ્ટન, તા. 7:  ઈરાનમાંના વ્યૂહાત્મક મહત્ત્વના સ્થળે આવેલા ચાબહાર બંદરના વિકસાવવા માટે અમેરિકાએ ભારતને (ઈરાન પર લદાયેલા) કેટલાક પ્રતિબંધોમાંથી બાકાત રાખ્યું છે, મુક્તિ આપી છે. આવી મુક્તિ આપવામાં ખૂબ નિયંત્રિત રહેતા આવેલા અમેરિકાએ ઈરાન પર સૌથી આકરા પ્રતિબંધો લાદ્યાના બીજા જ દિવસે આવી મુક્તિ આપવાનો નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રે કર્યો છે.
વિસ્તૃત વિચારણા બાદ અમેરિકી વિદેશ મંત્રીએ 12ના ઈરાન ફ્રિડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફરેશન એકટ હેઠળ લદાયેલા આ નિયંત્રણોમાંથી મુક્તિ આપી છે. 
અફઘાનિસ્તાનના વપરાશ સારુ,  નોન-સેન્કશનેબલ માલસામાનના શિપમેન્ટને અને સંકળાયેલી રેલવેના બાંધકામને તથા અફઘાનિસ્તાન ઈરાનની પેટ્રોલિયમ પેદાશોની આયાત ચાલુ રાખવા બાબતે અમેરિકાએ આ મુક્તિ (એક્ઝેમ્શન) આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer