ગુજરાતની 28 કંપનીઓના શૅરમાં રોકાણકારોને 80 ટકા સુધીની ખોટ

દિવાળી ટુ દિવાળી : 12 કંપનીઓએ 90 ટકા સુધી કમાણી કરાવી
 
અમદાવાદ, તા.7: મંદીની અસર તળે ગુજરાત સ્થિત કંપનીઓએ મિશ્ર વળતર રોકાણકારોને આપ્યું છે. પાછલા એક વર્ષમાં ગુજરાતની આશરે 12 કંપનીઓએ શેરધારકોને ઉંચું વળતર આપ્યું છે પણ 28 જેટલી કંપનીઓ નકારાત્મક રહેવાથી શેરધારકોને નુકસાની ગઇ છે. પાછલા એક વર્ષમાં સેન્સેક્સ 7 ટકા વધ્યો છે છતાં ઘણી કંપનીઓએ નકારાત્મક વળતર આપ્યું છે.
ગુજરાત સ્થિત અને બીએસઇમાં લિસ્ટેડ એવી કુલ 40 કંપનીઓના દેખાવમાં 12 જેટલી કંપનીઓએ 3થી 90 ટકા વળતર પાછલી દિવાળીથી આજ સુધી આપ્યું છે. એમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, ઝાયડસ વેલનેસ, ટોરેન્ટ ફાર્મા, અલેમ્બિક ફાર્મા અને ગુજરાત અંબુજા એક્સપોર્ટસ લિ. નો સમાવેશ થાય છે. અદાણીએ વિવિધ બિઝનેસમાં રિસ્ટ્રક્ચરિંગ કર્યું હોવાથી કંપનીની નફાકારકતા વધી છે.
જોકે બીજી તરફ 28 જેટલી કંપનઓ એવી છેકે તેના વળતર 8થી 80 ટકા જેટલા નકારાત્મક રહ્યા છે. મનપસંદ બેવરેજીસમાં 80 ટકા, ઇન્ફીબીમમાં 67 ટકા અને નંદન ડેનિમમાં 60 ટકાનું નકારાત્મક રિટર્ન છે. એ ઉપરાંત અદણી ટ્રાન્સમિશન, અરવિંદ લી. અને સિન્ટેક્સમાં મંદી છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીનો ભોગ અનેક ક્રીપો બની છે. એમાં ગુજરાતની યાદી લાંબી છે. રૂપિયાની મંદીને લીધે સૌથી વધારે ફાયદો ફાર્મા કંપનીઓને થયો છે.
Published on: Thu, 08 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer