દેશમાં ઇકો ફ્રેન્ડલી ફટાકડા માટે વૈજ્ઞાનિકોની ટીમ તૈયાર

સરકારના નિર્દેશ મુજબ ઍક્શન ગ્રુપ કામે લાગ્યું : ટૂંક સમયમાં પરિણામની આશા
 
નવી દિલ્હી, તા. 7 : પ્રદૂષણ ન ફેલાય તે માટેના ફટાકડા બનાવવાની દિશામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આગળ વધી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ, વૈજ્ઞાનિકોની એક ટુકડી આ કામમાં લાગી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી ફટાકડાને લઇને વાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં ઝડપી પહેલ થઇ રહી છે. 
વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો એક એવા ગ્રુપની રચના કરી ચૂક્યા છે જે આ દિશામાં સક્રિય રહીને કામ કરી રહ્યંy છે. સરકારે કહ્યું છે કે, આ ગ્રુપ સહિત દુનિયાનાં તમામ એવા કેમિકલ્સ અંગે માહિતી મેળવનાર છે જેના ઉપયોગને લઇને પ્રદૂષણ થશે નહીં. 
આ ગ્રુપમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકો અને લેબમાં કામ કરનારા વૈજ્ઞાનિકોને તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. એક્શન ગ્રુપ દ્વારા નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 
આ વર્ષે સુપ્રીમ કોર્ટે દિવાળી પર ફટાકડા ફોડવા માટે મંજૂરી તો આપી હતી, પરંતુ કોર્ટ દ્વારા કેટલીક શરતો લાગુ કરી દેવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે આઠથી દશનો જ સમય રાખતાં આને લઇને નારાજગી છે.

Published on: Thu, 08 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer