મધ્ય ગુજરાતમાં રૂા. 250 કરોડના બોનસની વહેંચણી

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 7 : દિવાળીના ઉત્સવની ઉજવણી કરવા માટે કોર્પોરેટ ગૃહો તેમ જ નાની-મોટી કંપનીઓ અને પેઢીઓએ બોનસની રકમ કર્મચારીઓ માટે છૂટી કરતાં બજારમાં ખરીદી માટે મોડે મોડે પણ મોટી સંખ્યામાં ઘરાકી નીકળી છે. મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓ વડોદરા, પંચમહાલ, દાહોદ, નડિયાદ,આણંદ ,નર્મદા તેમ જ ભરૂચ અને છોટાઉદેપુર,મહિસાગર જિલ્લામાં કાળી ચૌદશ સુધી અંદાજિત રૂા.250 કરોડ રૂપિયાથી વધુ રકમ બોનસની વહેંચણી થતા બજારમાં દિવાળીની ઉજવણીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. બજારમાં ખરીદીનો માહોલ સર્જાતા વેપારીઓમાં ખુશી વ્યાપી હતી. 

Published on: Thu, 08 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer