માલદીવના પ્રમુખ સોલિહના શપથમાં સામેલ થશે મોદી

નવી દિલ્હી, તા. 7 : ભારત સાથે ઉતાર-ચડાવભર્યા સંબંધો બાદ હવે માલદીવની રાજકીય હવા બદલી છે, ત્યારે ત્યાં સત્તા સંભાળવા જઇ રહેલા નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ સાથે ભારત સંબંધો  મજબૂત કરવા માગે છે.
માલદીવની જનતા અને નવા રાષ્ટ્રપતિને સમર્થન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આગામી સપ્તાહે સોલિહના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે જઇ શકે છે. માલદીવ ગયા પછી તમામ પાડોશી દેશોના પ્રયાસની મોદીની સર્કિટ પૂરી થઈ જશે. બીજી તરફ, ભારતની નજર આ ક્ષેત્રમાં વધતા ચીની પ્રભાવ પર પણ છે.
માલદીવની જૂની સરકાર માટે મનાય છે કે, ચીનના પ્રભાવ તળે આવી જવાના કારણે જ તેણે ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપ્યું નહોતું.
હકીકતમાં માલદીવ જ એક માત્ર એવો દક્ષિણ એશિયાઇ દેશ છે, જ્યાં મોદી હજુ સુધી ગયા નથી. વડાપ્રધાનની ટીમો આગોતરી તૈયારી માટે અગાઉથી જ માલે પહોંચી ચૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer