ફેસબુકે ભૂલ કબૂલી : મ્યાંમારમાં હિંસા રોકવા પૂરા પ્રયાસ ન કર્યા

ન્યૂયોર્ક, તા. 7 : સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એવી કબૂલાત કરી છે કે, મ્યાંમારમાં હિંસા રોકવા માટે તેણે પૂરતા પ્રયાસ કર્યા નહોતા.
એક નીતિ પ્રબંધક એલેકસ વારોફકાએ પોતોના બ્લોગ પોસ્ટમાં નોંધ્યું છે કે, ફેસબુક માનવાધિકારોની રક્ષા અને દેશમાં ભાગલા તથા હિંસા રોકવા માટે પૂરતા પ્રયાસ કરી શકે છે અને તેણે કરવા પણ જોઇએ.
ફેસબુકે મ્યાંમારમાં પોતાની ભૂમિકાના અભ્યાસ માટે `િબઝનેસ એન્ડ સોશિયલ રિસ્પોન્સી બિલિટી'ને જવાબદારી આપી હતી. આ સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલ પરથી ફેસબુકે માન્યું હતું કે, મ્યાંમારમાં હિંસા અને નફરત ફેલાવવા માટે પોતાની સેવાઓનો ઉપયોગ રોકવાની દિશામાં પર્યાપ્ત પ્રયાસ કરાયા નથી.
 

Published on: Thu, 08 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer