ઈઝરાયલના વડા પ્રધાને હિન્દીમાં મોદીને પૂછ્યું, ક્યાં ઊજવો છો દિવાળી ?

નવી દિલ્હી, તા. 7 :  દિવાળી ઉપર પુરા દેશમાં ઉજવણીનો માહોલ જામ્યો છે અને ખુદ વડાપ્રધાન મોદીએ પણ જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દિવાળી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દીમાં શુભકામના આપી અને પુછ્યું હતું કે તેઓ ક્યા શહેરમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. નેતન્યાહુએ ઈઝરાયલની જનતા તરફથી કહ્યું હતું કે, તેઓ પોતાના મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભકામના આપે છે. વડાપ્રધાન મોદીએ પણ નેતન્યાહુને જવાબ આપતા દિવાળીની શુભકામના આપી હતી અને કહ્યું હતું કે, તેઓ દરેક દિવાળી ઉપર સરહદ ઉપર જાય છે અને જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer