દક્ષિણ મુંબઈના 220 જૈન સંઘ સંગઠન બનાવશે

આવતી કાલે સવારે તેજપાલ હૉલમાં કરાશે જાહેરાત
મુંબઈ, તા. 16 : દક્ષિણ મુંબઈના દાદરથી કોલાબા સુધીના 220થી અધિક સંઘોની એક અગત્યની મિટિંગ 18 નવેમ્બર, 2018 રવિવારે સવારે 8.30 કલાકે શ્રી મથુરાદાસ વસનજી હૉલ, તેજપાલ હૉલ ખાતે સવારે 8.30 કલાકે સમગ્ર દક્ષિણ મુંબઈમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંતો અને શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં 220 જૈન સંઘોના વહીવટદારો અને વેસ્ટર્ન અને સેન્ટ્રલ મુંબઈના અગ્રણી સંઘોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે અને દક્ષિણ મુંબઈના જૈન સંઘોના સંગઠનની જાહેરાત કરવામાં આવશે.
શાસનની એકતા, સંઘોના સંગઠન દ્વારા શાસનરક્ષા, સંઘ સુરક્ષા, તીર્થરક્ષા, શ્રુત સુરક્ષા, વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ, જીવદયા અને સંસ્કાર સંગમ માટે અનેક પ્રકારના ઉપાયોની વિચારણા કરવામાં આવશે. પ.પૂ. ગુરુભગવંતો આ અધિવેશનમાં સંગઠનની મહત્તા, મહાનતા અને માર્ગદર્શિકાનું માર્મિક પ્રવચન આપશે. ભવિષ્યમાં વિરારથી દાદર (વેસ્ટ) અને દાદર સેન્ટ્રલથી કલ્યાણ અને નવી મુંબઈ સુધીના સંઘોનું વેસ્ટર્ન અને સેન્ટ્રલ સંઘોનું સંગઠન પણ બોલાવવામાં આવશે અને ત્યાર બાદ શ્રી બૃહદ મુંબઈ જૈન સંઘોના સંગઠનનું અધિવેશન બોલાવવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer