જેમ-જ્વેલરી ઉદ્યોગ માટે ધિરાણ છૂટું કરવા બૅન્કો સમક્ષ માગણી

જેમ-જ્વેલરી ઉદ્યોગ માટે ધિરાણ છૂટું કરવા બૅન્કો સમક્ષ માગણી
કોલકાતા, તા. 5 : છેલ્લા ત્રણેક મહિનામાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો તેણે દેશના જેમ-જ્વેલરી ઉદ્યોગની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉદ્યોગ આયાત કરવામાં આવેલા કાચામાલ પર આધાર રાખતો હોવાના કારણે રૂપિયો નબળો પડવાની તેમની કાર્યકારી મૂડીની મર્યાદામાં વધારો થયો હોવા છતાં બૅન્કો આ સેકટરને માટે સ્ટેન્ડબાય ક્રેડિટ છૂટી કરવા ઇચ્છુક નથી.
બૅન્કિંગ સેકટરે ફક્ત આ સેકટર માટે જ નહીં બલ્કે તમામ સેકટર માટે ક્રેડિટમાં ઘટાડો કર્યો છે. બૅન્કો ચોક્કસપણે સેકટરને ધિરાણ કરવા માટે સાવચેતી બની છે. પરંતુ તેમણે ધિરાણનો પ્રવાહ અટકાવ્યો નથી. બૅન્કો `કૅશ ટુ કૅશ' ધિરાણ કરી રહી છે. જોકે, બૅન્ક મૅનેજરો દ્વારા રિલીઝ કરવામાં આવેલી સ્ટેન્ડબાય ક્રેડિટ ઘટી ગઈ તે ચિંતાની બાબત છે. કેમ કે રૂપિયો નબળો પડી રહ્યો હોવાના કારણે વ્યાપારની કાર્યકારી મૂડીની જરૂરિયાત પર અસર થઈ રહી છે.
જેમ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે મંજૂર કરવામાં આવેલી ધિરાણ મર્યાદા આશરે રૂા. 65,000 કરોડની છે. આમાંથી રૂા. 57,000 કરોડની મર્યાદા વાપરી શકાય તેવી મર્યાદા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer