સ્થાનિક માગ વધતાં નવેમ્બરમાં સર્વિસીસ પીએમઆઈ ચાર મહિનાની ટોચે

સ્થાનિક માગ વધતાં નવેમ્બરમાં સર્વિસીસ પીએમઆઈ ચાર મહિનાની ટોચે
નવી દિલ્હી, તા.5 : સ્થાનિક માગ નોંધપાત્ર વધતાં દેશના સર્વિસીસ ક્ષેત્રમાં નવેમ્બર મહિનામાં કામકાજ ચાર મહિનાની ટોચે રહ્યું હતું. એશિયામાં ત્રીજા ક્રમના અર્થતંત્ર માટે આ રાહત આપતા સમાચાર છે કારણ કે સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ સૌથી ધીમી ગતિએ થઈ હતી. 
નિક્કી/આઈએચએસ માર્કિટ સર્વિસીસ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) અૉક્ટોબરથી 52.2 થી વધીને નવેમ્બરમાં 53.7 થયો હતો, જે જુલાઈ બાદ સૌથી વધુ છે. 50થી ઉપરનો સૂચકાંક વૃદ્ધિને સંકોચનથી દૂર રાખે છે. સતત છઠ્ઠા મહિને આ સૂચકાંક 50ની ઉપર રહ્યો છે. 
આઈએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ પોલિયાના ડી' લીમાએ કહ્યું કે, ઉત્પાદન પીએમઆઈ જેવા જ આંકડા સર્વિસીસ પીએમઆઈમાં પણ આવ્યા છે. ભારતનાં નાણાં વર્ષ-2018ના જીડીપી પરિણામોમાં ખાનગી ક્ષેત્ર અર્થતંત્રને વેગ આપશે. 
રોજગારનો સબ-ઈન્ડેક્સ સતત 15મા મહિને વધ્યો છે, તેમ છતાં સપ્ટેમ્બરમાં રોજગારની વૃદ્ધિ સૌથી ધીમી ગતિએ થઈ હતી. સ્થાનિક માગ વધતાં નવા ઓર્ડરનો સબ-ઈન્ડેક્સ નવેમ્બરમાં ચાર મહિનાની ટોચે 53.3 ઉપર રહ્યો હતો પરંતુ ભારતીય નિકાસ માટે વિદેશી માગ છ મહિનામાં પહેલીવાર ઘટી હતી. 
સર્વિસીસ કામકાજ મજબૂત થતાં અને ઉત્પાદનમાં ધારણા કરતાં વધુ વૃદ્ધિ થતાં ઉત્પાદન પીએમઆઈ અૉક્ટોબરના 53થી વધીને નવેમ્બરમાં 54.5 થયો હતો. 
આંતરિક ખર્ચ નવેમ્બરમાં સાત મહિના પછી હળવો થયો હોવા છતાં મજબૂત માગને લીધે કંપનીઓએ ભાવમાં વધારો કર્યો હતો, જેથી તેમના માર્જિન પણ સુધર્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer