હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં દહિસરની વિદ્યામંદિર સ્કૂલે લીલાવતી પોદારને હાર આપી

હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં દહિસરની વિદ્યામંદિર સ્કૂલે લીલાવતી પોદારને હાર આપી
રાજવર્ધન રાવની 11 રનમાં પાંચ વિકેટ
મુંબઈ, તા. 5 : મુંબઈ સ્કૂલ સ્પોર્ટસ એસોસીએશનના નેજા હેઠળ હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટના ગ્રુપ એની ચોથી મૅચમાં દહિસરની વિદ્યામંદિર સ્કૂલે સાંતાક્રુઝની લીલાવતી પોદાર સ્કૂલને સજજડ પરાજય આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં વિદ્યામંદિર સ્કૂલે યશધુરીના 60 રનના સ્કોર સાથે 226 રન કર્યા હતા અને લીલાવતી પોદાર સ્કૂલનો દાવ માત્ર 66 રનમાં સમેટી લીધો હતો. વિદ્યામંદિરના ફાસ્ટ બૉલર રાજવર્ધન રાવે 4 ઓવરમાં માત્ર 11 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જેમાં એક હૅટટ્રિકનો પણ સમાવેશ થતો હતો.
વિદ્યામંદિરનો આ સતત ચોથો વિજય હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer