સેરેના, નાડાલ અને મર્રે ઓસ્ટ્રેલિયન ઓપન રમશે

સેરેના, નાડાલ અને મર્રે ઓસ્ટ્રેલિયન ઓપન રમશે
મેલબોર્ન, તા. 5 : નવા વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલાઈ ઓપનમાં સેરેના વિલિયમ્સ 2017 બાદ વાપસી કરશે. આ ઉપરાંત ઈજાનો સામનો કરી રહેલો રાફેલ નાડાલ અને એન્ડી મર્રે પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે. સેરેનાએ બાળકને જન્મ આપ્યા બાદ વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન-2018ના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ બન્ને મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. સેરેના નામે કુલ 23 ગ્રાન્ડસ્લેમ છે અને માર્ગરેટ કોર્ટના 24 ખિતાબની બરોબરીથી માત્ર એક ખિતાબ દુર છે. બીજી તરફ રોજર ફેડરર અને કેરોલિન વોજ્નિયાકી પોતાના ખિતાબને બરકરાર રાખવાનો પ્રયાસ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer