પાકિસ્તાનની હોકી ટીમની દુર્દશા માટે પીએચએફ જવાબદાર : હસન સરદાર

પાકિસ્તાનની હોકી ટીમની દુર્દશા માટે પીએચએફ જવાબદાર : હસન સરદાર
ભુવનેશ્વર, તા. 5 :  એક સમયમાં દિગ્ગજ ગણાતી પાકિસ્તાન હોકી ટીમ વર્તમાન સમયમાં પોતાની ઓળખ જાળવી રાખવા માટેના પ્રયાસોમાં છે અને પાક.ની ઓલિમ્પિક ચેમ્પિયન ટીમના પૂર્વ સભ્ય હસન સરદારે કહ્યું હતું કે, હોકીની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આની કરતા ક્રિકેટ વધુ સારૂ છે. પાકિસ્તાનની 1982 વિશ્વકપ અને 1984 ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા સરદારે કહ્યું હતું કે, ક્રિકેટના વધતા કદ પાકિસ્તાન હોકી ફેડરેશનના બેદરકારીભર્યા વલણના કારણે હોકી નામશેષ થઈ રહી છે.પાકિસ્તાનમાં હવે હોકીની સંસ્કૃતિ બચી નથી. લોકો ક્રિકેટ જ પસંદ કરે છે. આ રીતે હોકી ટીમની કથળેલી પરિસ્થિતિ માટે સરદારે પાકિસ્તાન હોકી સંઘને જવાબદાર ઠેરવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer