સતીશ કૌશિક અને સલમાનનું દોઢ દાયકા બાદ `પુનર્મિલન''

સતીશ કૌશિકે વર્ષ 2003માં રોમેન્ટિક ફિલ્મ `તેરે નામ'નું દિગ્દર્શન કર્યું હતું. જેનો હીરો સલમાન ખાન હતો અને હવે લગભગ 15 વર્ષના ગાળા બાદ આ બંને જણા અલી અબ્બાસ ઝફરની ફિલ્મ `ભારત'માં એકસાથે જોવા મળશે. જોકે, તેની વચ્ચે એટલે કે 2008માં સતીશ કૌશિકે રૂમી જાફરીની ફેન્ટસી ફિલ્મ `ગોડ તુસ્સી ગ્રેટ હો'માં `સ્પેશિયલ એપીયરન્સ' કર્યો હતો. કહેવાની જરૂર નથી કે આ ફિલ્મનો હીરો પણ સલ્લુ મિયા જ હતો. `ભારત'માં સતીશ કૌશિકનો રોલ મર્ચંટ નેવી અૉફિસરનો છે, જે નાનો છતાં મહત્ત્વનો છે. દરમિયાન હાલમાં સતીશ તેની ફિલ્મ `કાગઝ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેનો તે દિગ્દર્શક છે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer