વિદ્યા બાલન બનશે શકુંતલાદેવી ગણિતજ્ઞ

અભિનેત્રી વિદ્યા બાલને લગભગ સાત વર્ષ પહેલાં મિલન લુથરિયાની ફિલ્મ `ધી ડર્ટી પિક્સર'માં દક્ષિણની દિવંગત અભિનેત્રી સિલ્ક સ્મિતાનું પાત્ર આબાદ રીતે ભજવીને પોતાનો પહેલો નેશનલ એવૉર્ડ મેળવ્યો હતો. તેવી જ રીતે શેખર સરતંડેલની મરાઠી ફિલ્મ `એક અલબેલા'માં વિદ્યાએ ગીતા બાલીની ભૂમિકા ભજવી હતી.
હવે એવું જાણવા મળ્યું છે કે ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી શકુંતલા દેવીની ટ્રુ લાઇફ સ્ટોરી પરથી બનનારી ફિલ્મમાં વિદ્યાએ રસ દાખવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનન કરશે, જ્યારે નિર્માણ રોની ક્રુવાલા કરશે. વિદ્યા બાલને આ મહાન ગણિતશાસ્ત્રીની ક્રિપ્ટ સાંભળ્યા બાદ તેને તેમની બાયોપિકમાં કામ કરવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer