સુનીલ ગ્રોવરના કમબૅક કૉમેડી શોમાં ફરાહ ખાન જોડાશે

સુનીલ ગ્રોવરના કમબૅક કૉમેડી શોમાં ફરાહ ખાન જોડાશે
પ્રીતિ અને નીતિ સીમોઝે નિર્માણ કરેલી કૉમેડી ટીવી સિરિયલ દ્વારા એક્ટર - કૉમેડિયન અને છેલ્લે વિશાલ ભારદ્વાજની ફિલ્મ `પટાખા'માં દેખાનારા સુનીલ ભારદ્વાજ ટચુકડા પરદા પર ફરી પાછો આવી રહ્યો છે. તેમ જ `કાનપુરવાલે ખુરાના`સ' નામની આ સિરિયલમાં કપિલ શર્માની ટીમના ચાર સભ્યો-ઉપાસના સિંહ, સુગંધા મિશ્રા અને અલી સગર પણ જોડાવાના છે. એવા અગાઉ મળેલા અહેવાલ બાદ લેટેસ્ટ બાતમી એ છે કે તેની કાસ્ટિંગમાં હવે ફરાહ ખાન સુદ્ધાં જોડાઈ છે.
ફરાહે આ બાતમીને સમર્થન દર્શાવતાં જણાવ્યું હતું કે `મેં પ્રીતી અને નીતિ સાથે અનેક ટીવી શો કર્યા છે. તેઓ `કૉમેડી નાઇટ્સ વીથ કપિલ'ની ક્રિએટિવ ડિરેક્ટર હતી અને તેમના શોમાં હું ઘણી વખત ગઈ હતી.'

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer