અવનિને ઠાર મારવાના પ્રકરણમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન અૉથોરિટીએ મહારાષ્ટ્રને નોટિસ ફટકારી

મુંબઈ, તા. 5 : ગયા મહિને યવતમાળના પાંઢરકવાડાના  જંગલમાં વાઘણ અવનિને ઠાર કરતી વખતે કેટલાક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને દિશાસૂચનોનું પણ પાલન નહોતું કરાયું તેવું નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) દ્વારા બનાવેલી કમિટીએ કહ્યું હતું. 
અવનિને ઠાર મારવામાં આવી એના અઠવાડિયા બાદ કેન્દ્ર સરકારે એનટીસીએ ત્રણ જણની તપાસ ટીમ બનાવી હતી. આ કમિટીના અહેવાલને જાહેર અત્યારે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એનટીસીએમાં સબમિટ કરવામાં આવ્યો છે. એનટીસીએના એડિશનલ ડાયરેક્ટર જનરલ અનુપ નાયકે કહ્યું હતું કે, વાઘને કઈ રીતે પકડવો કે તેને મારવો તે બાબતે એનટીસીએ દ્વારા ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી  છે અને તેની જાણ રાજ્યના વન વિભાગોને પણ કરવામાં આાu છે. વાઘ કે વાઘણને મારતી વખતે એનટીસીએની ગાઈડલાઈન્સ  અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનો ભંગ ન થવો જોઈએ. સોમવારે મહારાષ્ટ્રના વન વિભાગને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. 
નોટિસનો જવાબ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર પાસે 15 દિવસ છે. એ ઉપરાંત અવનિના પ્રકરણમાં   જે ક્ષતિઓ જોવા મળી છે એના જવાબ પણ મહારાષ્ટ્રમાં મુખ્ય વન સંરક્ષકે આપવા પડશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer