પૂર્વ કોલસા સચિવને ત્રણ વર્ષની સજા

પૂર્વ કોલસા સચિવને ત્રણ વર્ષની સજા
નવી દિલ્હી, તા. પ : દિલ્હીની એક અદાલતે કોલસા બ્લોક ફાળવણી મામલામાં પૂર્વ કોલસા સચિવ એસ.સી. ગુપ્તાને ત્રણ વર્ષની સજા ફટકારી છે, અન્ય અધિકારીઓ એ. ક્રોફા તેમજ કે.સી. સમારિયાને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા તો વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ પાટની અને કંપની વતી હસ્તાક્ષર કરવાની સત્તા ધરાવતા આનંદ મલિકને ચાર-ચાર વર્ષની સજા ફરમાવી છે. 
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ સીબીઆઈ ન્યાયાધીશ ભારત પરાશરે ભ્રષ્ટાચાર અને અપરાધી કાવતરાના આરોપ તળે ગુપ્તા, ક્રોફા અને સમરિયાને સજા સંભળાવી હતી. જો કે, ત્રણેયને એક-એક લાખની રકમ પર જામીન પર મુક્તિ મળી ગઈ હતી. અદાલતે તેમના પર પ0 હજારનો દંડ પણ લાદ્યો છે. 
વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ કંપનીને પ. બંગાળ સ્થિત મોરિયા અને મધુજોડમાં આવેલી કોલસા ખાણની નિયમો વિરુદ્ધ ફાળવણી કરાઈ હતી. આ બાબતમાં સીબીઆઈએ સપ્ટેમ્બર 2012માં કેસ દાખલ કર્યો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer