મિશેલના પ્રત્યાર્પણનું અૉપરેશન અજિત દોભલે પાર પાડયું

મિશેલના પ્રત્યાર્પણનું અૉપરેશન અજિત દોભલે પાર પાડયું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : 2014માં સરકારે આ સોદો એવા આક્ષેપો વચ્ચે રદ કર્યો હતો કે અગસ્તા વેસ્ટલૅન્ડની પેરન્ટ કંપની ફિન્મેકેનિલ ઇટલીમાં લાંચના આરોપોનો સામનો કરી રહી હતી અને એણે ભારતમાં કટકી ચૂકવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કટકી તરીકે અગસ્તા વેસ્ટલૅન્ડ પાસેથી 225 કરોડ રૂપિયા લીધા હોવાનો મિશેલ પર આરોપ મૂક્યો હતો. આ કેસમાં ગુઇડો હસ્કે અને કાર્લો ગેરોસા સાથે ત્રીજા વચેટિયા તરીકે મિશેલની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે શરૂ કરેલી આવી જ પ્રત્યાર્પણની કાર્યવાહીમાં પ્રથમ વાર એક સફળ પ્રત્યાર્પણના રૂપમાં મિશેલને ભારત લાવી શકાયો છે. સીબીઆઇના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલના માર્ગદર્શન હેઠળ વચેટિયા મિશેલનઇં આ પ્રત્યાર્પણ પાર પાડવામાં આવ્યું છે અને આ કાર્યવાહીમાં સીબીઆઇના ઇન્ચાર્જ એમ. નાગેશ્વર રાવનું સંકલન રહ્યું હતું.
મિશેલના પ્રત્યાર્પણ માટે જૉઇન્ટ ડિરેક્ટર એ. સાઇ. મનોહરની આગેવાની હેઠળની સીબીઆઇની ટીમને દુબઈ મોકલવામાં આવી હતી.
મિશેલના પ્રત્યાર્પણ માટે ભારતે સત્તાવાર રીતે યુએઈને 2017માં વિનંતી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer