ભાઇંદર લેડીઝ સ્પેશિયલ ફરી શરૂ કરાશે

મુંબઈ, તા. 6 : ભાઇંદર-ચર્ચગેટ વચ્ચે દોડતી લેડીઝ સ્પેશિયલ લોકલ નવેમ્બર મહિનામાં બંધ કરવામાં આવી હતી તે આ મહિનાના અંતમાં ફરી શરૂ થાય એવી શક્યતા છે.
આ સંદર્ભમાં થાણેના સાંસદ રાજન વિચારે પશ્ચિમ રેલવેના અધિકારીઓને મળ્યા હતા. સવારની 9.06 વાગ્યાની લેડીઝ લોકલ ફરી શરૂ કરવાની માગ કરી હતી.
વિચારેના જણાવ્યા પ્રમાણે રેલવે સત્તાવાળાઓએ તેમને આશ્વાસન આપ્યું છે કે 25મી ડિસેમ્બર સુધીમાં આ લોકલ ફરી શરૂ કરવામાં આવશે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer