16 સંગીત દિગ્ગજોની જુગલબંધી

16 સંગીત દિગ્ગજોની જુગલબંધી
8મીએ `આઠ પ્રહર'માં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : હિન્દુસ્તાની શાત્રીય સંગીતના 20 કલાક લાંબા અને અત્યાર સુધીમાં પ્રથમવાર યોજાતા સંગીત જલસામાં 16 કલાકારોની જુગલબંધી પ્રસ્તુત કરાશે.
આ વિશિષ્ટ કાર્યક્રમ `આઠ પ્રહર' 8મી ડિસેમ્બરે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે બપોરે 3 વાગ્યા સુધી ષણ્છમુખાનંદ અૉડિટોરિયમમાં યોજાનાર છે જે આર્ટ ઍન્ડ આર્ટિસ્ટસ અને પંચમ નિષાદના સંયુક્ત ઉપક્રમે આયોજીત કરાયો છે. શાહિદ પરવેઝ અને સંજીવ અભ્યંકર (સિતાર અને ગાયન), રાજન અને સાજન મિશ્રા (ગાયન જુગલબંધી), સતીષ વ્યાસ અને રૂપક કુલકર્ણી (સંતૂર અને વાંસળી), જયતીર્થ મેવુંડી અને પ્રવીણ ગોડખીંડી (ગાયન અને વાંસળી) બીજા સત્રમાં દેબાશિષ ભટ્ટાચાર્ય અને મિલિંદ રાયકર (સ્લાઈડ ગિટાર અને વાયોલીન), સવાણી શેંડે અને શાસ્વતી મંડલ (ગાયન જુગલબંધી) રાહુલ દેશપાંડે અને શૌનક અભિષેકી (ગાયન જુગલબંધી), રાશિદ ખાન અને સુજાત ખાન (ગાયન અને સિતાર).

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer