રિટાયર્મેન્ટની વાત અફવા, છેલ્લા શ્વાસ સુધી ગાતી રહીશ : લતા મંગેશકર

રિટાયર્મેન્ટની વાત અફવા, છેલ્લા શ્વાસ સુધી ગાતી રહીશ : લતા મંગેશકર
મુંબઈ, તા. 6 : સ્વરસમ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકર નિવૃત્તિ લઇ રહ્યાં છે એવી અફવાઓના પગલે ખુદ લતાજીએ ઉત્તર આપતાં કહ્યું હતું કે ગાવું એ મારા શ્વાસ હોવાથી છેલ્લા શ્વાસ સુધી ગાતી રહીશ તેમાં નિવૃત્તિનો પ્રશ્ન કયાં આવે છે? સોશિયલ મીડિયામાં છેલ્લા થોડા સમયથી લતાજીનું ગાયેલું `આતા વિસાવ્યાચે ક્ષણ...' (હવે વિશ્રામની વેળા...) શબ્દોવાળું ગીત વાયરલ થયું છે. આ ગીતની સાથે જ હવે લતાજી ગીત-સંગીત ક્ષેત્રમાંથી નિવૃત્ત થઇ રહ્યાં હોવાની વાતો ઊડી હતી. 
આ સંદર્ભે લતાજીએ કહ્યું હતું કે આ બધી અફવાઓ છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી ગાતી રહીશ કેમ કે ગાવું એ જ તો મારો શ્વાસ છે. આવી અફવા કોણે ફેલાવી અને તેનો ઉદેશ શું છે તેની મને ખબર નથી, પરંતુ મને છેલ્લા કેટલાક સમયથી કેટલાય લોકોના ફોન કૉલ્સ મળી રહ્યા છે અને આ સંબંધે જાણકારી માગી રહ્યા છે. કોઇ નકારાત્મક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મારું એક ગીત અને તેની સાથે નિવૃત્તિનો સંદેશો જોડીને આ અફવા ફેલાવવાનો હિન પ્રયાસ કર્યો છે, તેના પર વિશ્વાસ ન કરવો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer