સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બૉલર બન્યો યાસિર શાહ

સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બૉલર બન્યો યાસિર શાહ
માત્ર 33 મૅચમાં 200 વિકેટ લઈ 82 વર્ષ જૂનો રેકર્ડ તોડયો
 
નવી દિલ્હી, તા. 6: પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે ગુરુવારના રોજ ટેસ્ટ ક્રિકેટમાં 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ પૂરી કરનારો બોલર બન્યો છે. યાસિરે ન્યૂઝિલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે આ વિક્રમ પોતાના નામે કર્યો હતો. જેમાં વિલ સમરવિલેન 33મી મેચમાં યાસિરનો 200મો શિકાર બન્યો હતો. 
ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ક્લેરી ગિમ્રટે 1936માં દક્ષિણ આફ્રિકા સામે જ્હોનિસબર્ગમાં સૌથી ઝડપથી 36 ટેસ્ટ મેચમાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ યાસિર શાહે ગ્રિમટને પાછળ છોડી દીધો છે. સૌથી ઝડપથી 200 વિકેટ લેનારા બોલરોમાં ભારતીય સ્પિનર આર અશ્વિન ત્રીજા ક્રમાંકે છે.  અશ્વિને 37 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. અબુ ધાબીમાં રમાઈ રહેલા મેચ પહેલા યાસિર શાહને 200ના આંકડે પહોંચવા માટે 5 વિકેટની જરૂર હતી. પહેલી ઈનિંગમાં યાસિરને ત્રણ વિકેટ મળી હતી. ત્યારબાદ ગુરુવારે બીજી ઈનિંગમાં નવા વિક્રમ માટે લાંબી રાહ જોવી પડી નહોતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer