ભારતીય ટીમે જીત જાળવી રાખવાની જરૂરિયાત : સરદાર સિંહ

ભારતીય ટીમે જીત જાળવી રાખવાની જરૂરિયાત : સરદાર સિંહ
મુંબઈ, તા. 6 : વર્તમાન ભારતીય હોકી ટીમે વિશ્વકપમાં સારી શરૂઆત કરી છે. જેનાથી પૂર્વ કેપ્ટન સરદાર સિંહ પ્રભાવિત થયો છે. ભારતીય ટીમના પ્રદર્શન ઉપર સરદાર સિંહે કહ્યું હતું કે, હવે ભારતીય ટીમે જીતની લય યથાવત રાખવાની પુરતી જરૂરિયાત છે. વિશ્વકપમાં ભારતની શરૂઆત નોંધપાત્ર રહી છે. પરંતુ ટૂર્નામેન્ટમાં નેધર્લેન્ડ, બેલ્જિયમ, જર્મની, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા જેવી અમુક મજબૂત ટીમો પણ છે. જેના કારણે ભારતે પહેલી મેચમાં કરેલુ પ્રદર્શન અન્ય મેચમાં પણ જારી રાખવાનો પુરતો પ્રયાસ કરવો પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer