હોકી વિશ્વકપનો સત્તાવાર મ્યુઝિક વીડિયો રિલીઝ

હોકી વિશ્વકપનો સત્તાવાર મ્યુઝિક વીડિયો રિલીઝ
નવી દિલ્હી, તા. 6: ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વર્લ્ડ કપના એન્થમનો સત્તાવાર મ્યુઝિક વીડિયો `જય હિન્દ ઇન્ડિયા' રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ઓસ્કાર એવોર્ડથી સન્માનિત મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને બુધવારે ટ્વિટર ઉપર વીડિયોની લિંક શેર કરી હતી. રહેમાને મુંબઈમાં વીડિયો રિલીઝ કર્યો હતો. જેમાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પણ જોવા મળશે. 4.36 મિનિટના વીડિયોમાં ઓરિસ્સાની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી રહી છે તેમજ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને પણ સમાવવામાં આવ્યા છે. જ્યારે ગીતને ગુલઝારે લખ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer