સળંગ બીજા દિવસે નાપાક ગોળીબાર : બે જવાન શહીદ

કૂપવાડા અને રાજૌરી જિલ્લામાં યુદ્ધવિરામ ભંગ બાદ ભારતીય સેના હાઈ એલર્ટ
 
શ્રીનગર, તા. 6 : પાડોશી ખરો, પણ સગો નહીં, તેવી પ્રતીતિ વધુ એક વખત કરાવતાં પાકિસ્તાને ગુરુવારે સળંગ બીજા દિવસે યુદ્ધવિરામ ભંગની હીન હરકત કરી હતી, આજે નાપાક ગોળીબારમાં ભારતને બે જવાન ખોવા પડયા હતા.
ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લાના માછિલ ક્ષેત્રમાં પાકિસ્તાની દળોએ ભારતીય સૈન્યની ચોકીઓ પર નિશાન સાધતાં કરેલા ગોળીબારમાં આપણો એક સૈનિક શહીદ થઈ ગયો હતો.
બીજી તરફ રાજૌરી જિલ્લાના સુંદરબાની ક્ષેત્રમાં નાપાક ગોળીબાર દરમ્યાન બે ભારતીય જવાન ઘાયલ થયા હતા, જેમાંથી એક જવાન ગંભીર ઈજાઓનાં કારણે શહીદ થયો હતો.
આ યુદ્ધવિરામ ભંગના શરમજનક કૃત્યોનાં પગલે સેનાએ નિયંત્રણરેખા નજીકના તમામ વિસ્તારોમાં હાઈએલર્ટ જારી કરી દીધો હતો. ગઈકાલે બુધવારે આવી જ એક નાપાક હરકતમાં ભારતીય જવાન ઘાયલ થઈ ગયો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer