દાદરનું નામાંતર કરો

દાદરનું નામાંતર કરો
દલિત સંગઠને સ્ટેશન પર ઠેર-ઠેર ડૉ. આંબેડકરના સ્ટિકર ચોંટાડયા
 
મુંબઈ, તા. 6 : દાદર રેલવે સ્ટેશનનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કરો તેવી માગણી સાથે ભીમ આર્મી સંગઠને આજે આંદોલન કર્યું હતું. ભીમ આર્મીના કાર્યકર્તાઓએ દાદર સ્ટેશનમાં ઘુસીને ઠેરઠેર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ટર્મિનસ લખેલા સ્ટિકર ચોટાડયા હતા.  પશ્ચિમ રેલવેમાં રામ મંદિર અને પ્રભાદેવી સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે. તો પછી દાદર સ્ટેશનનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ શા માટે ન આપવામાં આવે, તેવો પ્રશ્ન ભીમ આર્મી સંગઠને કર્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી તેઓએ આ માગણી કરી છે. 
ભારતીય રિપબ્લિકન પાર્ટી બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે, દાદર રેલવે સ્ટેશનનું નામ બદલાવણી સાથે સાથે લોકોએ ડૉક્ટર બાબાસાહેબના વિચારોને પણ આત્મસાત કરવાની જરૂર છે. દાદર સ્ટેશન સહિત અનેક વસ્તુઓ મુંબઈની અસ્મિતાનું પ્રતિક છે. તેથી તેના નામ બદલવાની જરૂર નથી, તેમ પ્રકાશે ઉમેર્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer