મહાલક્ષ્મીનો ROB બાંધવા માટે પ. રેલવે - પાલિકા વચ્ચે વિસંવાદ

મુંબઈ, તા. 7 : પશ્ચિમ રેલવે અને બીએમસી વચ્ચે ફરી એકવાર તૂટેલો બ્રિજ પુન: બાંધવા માટેના વિષયે ખેંચતાણ થઈ રહ્યાનું જણાય છે. લોઅર પરેલના ડિલાઈલ બ્રિજના પુન:બાંધકામ માટે વિસંવાદ થયા પછી હવે મહાલક્ષ્મીના રેલ-ઓવર-બ્રિજ (આરઓબી)ના બાંધકામ માટે પુન: એવું જ ચિત્ર ખડું થયું છે. આ દ્વિપકલ્પમાં પ્રથમ એવો કૅબલ-સ્ટે રેલ-ઓવર-બ્રિજમાંનો એક છે.
હાલનો મહાલક્ષ્મી ખાતેનો આ બ્રિજ 100 વર્ષ જૂનો છે હવે ત્યાં અસંખ્ય રહેણાકી કોમ્પલેક્સો ઊભા થતાં ભારે ગીચ અવરજવર હોય છે. 
આ બન્ને બ્રિજ જેવા તૈયાર થશે તે મહત્ત્વના જોડાણરૂપ બની રહેશે પણ બીએમસી અને રેલવે બન્ને રેલવેલાઈન પર બ્રિજ બાંધવા માટે એકબીજા પર કામગીરીની જવાબદારી ઢોળી રહ્યા છે. આથી આ પ્રોજેક્ટ વિલંબાઈ રહ્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer